ડૉ. મુનિરાજશ્રી ચિંતન મુનિ દ્વારા અમારા માર્ગદર્શનમાં પીએચ.ડી. નિમિત્તે થયેલો મહાશોધ નિબંધ 'ભાવે ધર્મ આરાધીએ'માં ગ્રંથસ્થ થયેલો છે. શતાવધાની મુનિરાજશ્રી રત્નચંદ્રજી મહારાજના પ્રેરક જીવન અને એમણે રચેલા 'ભાવના-શતક' પર સર્વગ્રાહી શોધ અને વિશ્લેષણનો ગ્રંથ છે. તેમાં 'ભાવના-શતક'નું અધ્યયન વિશ્વના સર્વ ધર્મોને કેન્દ્રમાં રાખી તુલનાત્મક રીતે કરવામાં આવ્યું છે.
* 'ભાવે ધર્મ આરાધીએ' - ડૉ. મુનિરાજશ્રી ચિંતન મુનિ,
પ્રકાશક : શ્રી સ્થાનકવાસી છકોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાય,
લીંબડી (સૌરાષ્ટ્ર)