ગેધરિંગ અને એસેમ્બલિંગની
અવઢવ વચ્ચે
હું બધું ગેધરિંગ કરી રહ્યો છું
એસેમ્બલિંગ કરી રહ્યો છું
વિખરાયેલા ખોવાયેલા સંબંધોનું સોલ્ડરિંગ કરી રહ્યો છું
દૂર દૂર વેરાયેલાં દેખાય છે
લાગણીના સપાટ ખેતરો,
તેને ઝાંઝવાના ઝરણાઓથી
સિંચન કરી રહ્યો છું.
હમણાં જ ચાંદો ઊગશે
એની રાહ જોતાં જોતાં,
દરિયે ડૂબતા સૂરજનાં કિરણોને
મારી બાથમાં ભીડી રહ્યો છું.
મારું જ આયખું ખોળી રહ્યો છું
મારા આ એસેમ્બલિંગ કલેકટિંગની વચ્ચે.
~ ઈન્તાજ મલેક