અલ ખ્વારિઝમીનું મૂળ નામ મુહમ્મદ ઈબ્ન મુસા અલ-ખ્વારીઝમી હતું. તેઓ ઇસ્લામિક સુવર્ણ યુગના મહાન ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને ભૂગોળશાસ્ત્રી હતા. તેમનો જન્મ ઉઝબેકિસ્તાનના ખ્વારિઝમ નામના પરગણામાં ઇ.સ. 780 માં થયો હતો.તેમના જીવન સંબંધી વધુ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ કેટલાક પુરાવો ઉપરથી ફલિત થાય છે કે તતેઓ ૯મી સદીની શરૂઆતમાં જ બગદાદ આવ્યા હતા તે સમયે, બગદાદમાં પ્રભુત્વશાળી ખિલાફતે અબ્બાસિયા સલ્તનતન તખ્તનશીન હતી અને બગદાદ અબ્બાસિયા સલ્તનતના નેજા હેઠળ વિશ્વમાં ઈસ્લામિક સંસ્કૃતિ અને શાસનનું મહાન કેન્દ્ર ગણાતું હતું.
અલ-ખ્વારિઝમી
પોતે જ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ ઊંડો રસ ધરાવતા ખલીફા અલ મામુનની સંસ્થા 'બૈતુલ
હિકમા' અથવા 'હાઉસ ઓફ વિઝડમ'માં શ્રેષ્ઠ યુગ વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા. અલ ખ્વારિજમી અને ખલીફા
મામૂનના જ્ઞાનના સમન્વયથી વિજ્ઞાનના ક્ષેત્રે તેઓએ તદ્દન નવું જ ખેડાણ કર્યું
હતું. ખલીફા અલ-મામુને અલ-ખ્વારિઝ્મીની
આગેવાની હેઠળ, સૂર્ય અને ચંદ્રની ગતિની ગણતરી કરવા માટે એક વિશિષ્ટ
ટીમની રચના કરી, જેણે વિવિધ તારાઓની ગતિ અને કળાઓને લગતું કોષ્ટક બનાવ્યું હતું.
ખલીફા
અલ મામૂને દુનિયાનો નક્શો બનાવવાની જવાબદારી પણ ખ્વારીજમી અને તેમની ટીમને સોંપી
હતી કેમકે તોલેમી દ્વ્રારા બનાવવામાં આવેલ દુનિયાના નકશામાં મુસલમાનોના બે પવિત્ર
શહેરો મક્કા અને મદિનાનો સમાવેશ થયેલ ન હોઈ ખલીફા મામૂને દુનિયાનો નક્શો બનાવવાની
જવાબદારી પણ ખ્વારેઝમી અને તેમની ટીમને સોંપવામાં આવી હતી.
ઇ.સ.
૮૩૩માં, અલ-ખ્વારિઝ્મીએ એક પુસ્તક 'સુરતુલ અર્જ' એટલે કે વિશ્વનું ચિત્ર પણ લખ્યું, જેના કારણે તેમને ઇસ્લામિક ઇતિહાસના
પ્રથમ ભૂસ્તરશાસ્ત્રી બનવાનું સન્માન પણ મળ્યું. અલ-ખ્વારિઝ્મીને બીજગણિત પર
વિશ્વનું પ્રથમ પુસ્તક 'અલ-કિતાબ-અલ-મુખ્તાસર-ફી-હિસાબ-અલ-જાબેર-વલ-મુકાબલા' લખવાનો શ્રેય પણ આપવામાં આવે છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં એલ્જિબ્રા બીજગણિત તરીકે ઓળખાય છે. બીજગણિત અંગેનું
અલ-ખ્વારિઝમીનું પ્રદાન
તેમના જીવનનું શ્રેષ્ઠ પ્રદાન
માનવામાં
આવે છે.
કમ્પ્યુટર
વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતા અલ્ગોરિધમ્સ પણ અલ-ખ્વારિઝમીની શોધ છે, અલબત્ત લેટિનમાં Algorithm અલ-ખ્વારીઝમીનું
જ નામ છે. અલ ખ્વારીઝમીએ તેમના જીવનનું બીજું સૌથી મહત્વપૂર્ણ કાર્ય અંકગણિતના
ક્ષેત્રમાં કર્યું, તેમણે પશ્ચિમી વિશ્વમાં
સૌપ્રથમ 'હિન્દુ અરેબિક ન્યુમરલ્સ સિસ્ટમ'નો પરિચય કરાવ્યો, અને 'હિન્દુ અરેબિક ન્યુમરલ્સ
સિસ્ટમ' વડે અંકો દ્વ્રારા ગણતરી કરવાની પદ્ધતિ વિકસાવી. હિસાબ
અલ હિન્દ, અલ જમા વ તફરી, કિતાબ અલ
સુરત-અલ-અર્દ, અને કિતાબ અલ તારીક તેમના મુખ્ય ગ્રંથો
છે.
વિશ્વનો
સર્વશ્રેષ્ઠ પ્રથમ નકશો અલ ખ્વારીઝમીએ બનાવ્યો હતો. બીજગણિતની મદદથી અને
કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના ઉપયોગથી વિશ્વ આજે જે વૈજ્ઞાનિક પ્રગતિ કરી રહ્યું છે
તેનો શ્રેય અલ-ખ્વારીઝમીને જાય છે. સોવિયત સંઘે ૧૯૮૩માં અલ-ખ્વારીઝમીના સન્માનમાં
એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી, આ ઉપરાંત
ઈરાનના વૈજ્ઞાનિકોને અલ-ખ્વારીઝમીના નામે આંતરરાષ્ટ્રીય એવાર્ડ આપવામાં આવે છે.
No comments:
Post a Comment