(ફ્રેન્ચ કવિતા)
ઈયળોથી ભરચક ફળદ્રુપ ભૂમિ પર
હું ખોદીશ જાતે જ મારી સુંદર કબર
અને પોઢીશ સુખથી મોજાંના હાલરડે ઝૂલતી શાર્કની
જેમ.
મૃત્યુલેખો અને ખાંભીઓ તો જૂઠાણાં છે
એવી શ્રદ્ધાંજલિઓ મેળવવા કરતાં તો
હું વિનવીશ કાગઝૂંડોને,
કોતરી ખાવા મારી કાયાના પૂર્જે પૂર્જા.
કીડાં મારા મિત્રો કદાચ હશે આંધળા કે બહેરાં
પણ સત્કારશે જરૂર તેઓ, સુખી મડદાને,
ભોજન ભટ્ટો, વિનાશ સમ્રાટો,
સહેજ પણ વિચાર્યા વિના ખાઈ જજો મને
ને વધે કાંઈ
મૃતમાં મૃત અચેતન દેહ માટે તો
જણાવજો.
- ચાર્લ્સ બોદલેર
અનુવાદ : ઇન્તાજ મલેક
Painting : mohsen-derakhshan

No comments:
Post a Comment